

સંબંધોનું ગણિત અને બાળકો – શું વ્યાજબી/ગેરવ્યાજબી? – SwatisJournal
ક્યાંક વાંચેલું કે, “જીવન એક એવું ગાણિતિક સમીકરણ છે જ્યાં આપણે વધુ નફો મેળવવા માટે માત્ર નેગેટીવ ને પોઝીટીવમાં બદલાતા જ શીખવાનું હોય છે!” સંબંધો છે ત્યાં સુધી ગણતરી હોવાની પણ, જીવનનાં ક્યા તબક્કે શું ઉમેરવું, કે બાદ કરવું કે પછી કોનો છેદ ઉડાડવો એ સતત ધ્યાન રાખ્યા કરવું પડે. સંબંધોના ગણિતમાં પરિવારને બાદ કરી નાખીએ છીએ ત્યારે છેવટે મળતા જવાબમાં નફા-નુકસાનનો તાળો મળતો નથી . થોડી સમજણ, જતું કરવાની વૃત્તિ અને અપેક્ષા વિનાની સહજતા સાથે બધાને સાથે રાખી જીવનનું ગણિત ગણીએ ત્યારે, ખુશીઓનો ગુણાકાર થતો રહે છે!
swatisjournal.com